સેક્સ કૌભાંડનાં ફરાર થયેલા મુખ્ય આરોપી અને સાંસદ પ્રજ્વલ રેવન્નાએ એક વીડિયો દ્વારા જણાવ્યું છે કે, તે 31મી મેનાં રોજ SIT સમક્ષ હાજર થઈ આરોપો અંગે જવાબ આપશે.
• પુણે કાર ક્રેશમાં બ્લડ સેમ્પલ બદલનારા 2 ડોક્ટરની ધરપકડઃ પુણેની પોર્શે કાર દુર્ઘટનામાં પોલીસે દાવો કર્યો છે કે, સસૂન હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા બ્લડ સેમ્પલ બદલી દેવાતાં તેમની ધરપકડ કરાઈ છે.
• રામદેવ-બાલકૃષ્ણ સામે કેરળમાં ક્રિમિનલ કેસ ચાલશેઃ ભ્રામક જાહેરાતોને લઈને બાબા રામદેવ અને બાલકૃષ્ણની સામે કેરળની કોર્ટમાં ક્રિમિનલ કેસ કરવામાં આવ્યો છે. કેરળના કોઝિકોડના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા આ ફરિયાદ કરાઈ છે.
• મમતાને કલકત્તા હાઈકોર્ટનો આંચકોઃ પશ્ચિમ બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને કલકત્તા હાઇકોર્ટે ટીએમસી દ્વારા અપાયેલાં બધાં ઓબીસી પ્રમાણપત્રો રદ કરી દીધાં છે. જેને માનવાનો મમતાએ ઇનકાર કરી દીધો છે.
• મેધા પાટકર દોષિતઃ દિલ્હીની સાકેત કોર્ટે સામાજિક કાર્યકર અને નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરને માનહાનિ કેસમાં 24મેએ શુક્રવારે દોષિત ઠેરવ્યા છે.
• આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ: હવામાન ખાતાએ સોમવારે આગાહી કરી હતી કે આ વર્ષે નૈઋત્યના ચોમાસામાં સરેરાશ કરતા વધુ સારો વરસાદ પડશે.
• પાકિસ્તાન પૂર્વ વિદેશમંત્રી કુરેશી સામે વધુ 8 કેસ દાખલઃ પાકના પૂર્વ PM ઈમરાન ખાનના નજીકના પૂર્વ વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી સામે પોલીસે વધુ 8 આરોપ લગાવ્યા છે. ઈમરાનની ધરપકડ બાદ થયેલી હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
• પાપુઆ ન્યૂગિનીમાં 2 હજારથી જીવતા દટાયાઃ પાપુઆ ન્યૂ ગિનીમાં છેલ્લા 4-5 દિવસથી થઈ રહેલી ભૂસ્ખલન અંગે સત્તાવાળાઓએ જાહેર કરેલા આંકડા મુજબ જમીન ધસી પડવાની બનેલી ઘટનાઓમાં 2,000થી વધુ લોકો જીવતા દટાયા છે.
• ઇઝરાયલનો રાફા પર ફરી હુમલોઃ ઈઝરાયેલ ગાઝાપટ્ટીના સૌથી છેવાડાના શહેર રફામાં ફરીથી ત્રાટક્યું છે. ઇઝરાયેલના હુમલામાં 45ના મોત નીપજ્યાં છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
• ઇઝરાયલની જનતા રસ્તા પર ઉતરીઃ ગાઝામાં હમાસના આતંકીઓ વિરુદ્ધ ઈઝરાયેલનું સૈન્ય યુદ્ધે ચઢ્યું છે ત્યારે નાગરિકોનું રક્ષણ કરવામાં નિષ્ફળતા બદલ નેતન્યાહુ વિરુદ્ધ જનતા ભડકી છે અને રાજીનામાની માગ સાથે રસ્તા પર ઉતરી છે.
• સુદાનમાં સૈન્ય જૂથ વચ્ચેની લડાઈમાં 123 લોકોનાં મોતઃ સુદાનમાં છેલ્લા બે સપ્તાહથી સેના અને અર્ધલશ્કરી જૂથ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ લડાઈમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 123 લોકોનાં મોત થયાં છે.
• માણસમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસઃ ઓસ્ટ્રેલિયામાં માણસોમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ મુજબ, બુધવારે વિક્ટોરિયામાં એક બાળકનો એવિયન ઈન્ફલ્યુએન્ઝા એ (એચ5એન1) ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
• તાઇવાનની ઘેરાબંધી માટે ચીન દ્વારા સૌથી મોટી સૈન્ય કવાયત, 19 જહાજોને ઉતાર્યાંઃ ચીન દ્વારા તાઈવાનને ચારે બાજુથી ઘેરવા માટે સૌથી મોટી સૈન્ય યુદ્ધ કવાયત બીજા દિવસે પણ જોરદાર રીતે જારી રહી હતી. શુક્રવારના દિવસે પીએલએની પૂર્વીય થિયેટર કમાન્ડે તાઇવાનની ચારે બાજુ લશ્કરી ડ્રીલ જારી રાખી હતી.
• તુર્કીમાં ખંડણી માટે ભારતીય નાગરિકનું અપહરણ કરનાર ત્રણ પાકિસ્તાની ઝબ્બેઃ પાકિસ્તાનીઓ દ્વારા વિદેશમાં ભારતીયોના અપહરણની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. તુર્કીમાં ત્રણ પાકિસ્તાની શરણાર્થીઓએ ભારતીયનું અપહરણ કરી તેના પરિવાર પાસે 20 લાખ રૂપિયાની માગ કરી હતી.