રાજકોટઃ ગેમઝોનના અગ્નિકાંડમાં અનેક કર્મચારીઓ પણ તેની આગનો ભોગ બની ગયા છે. જેમાં 38 વર્ષીય જિમ ટ્રેનર સુનિલ સિદ્ધપુરા પણ એક હતા. સિવિલ હોસ્પિટલથી જ્યારે સુનિલનો મૃતદેહ તેમના નિવાસે પહોંચ્યો ત્યારે કાળો કલ્પાંત સર્જાયો હતો. પરિવારજનોએ જણાવ્યું કે, ‘અમારો દીકરો તો બધાને બચાવે તેવો હોવાથી અમને આશા હતી કે તે સલામત હશે, પરંતુ હોસ્પિટલમાંથી તેની લાશ મળી.