ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર ‘ગલ્ફ ઓફ કચ્છ’ના મરિન નેશનલ પાર્કમાં વનવિભાગ દ્વારા ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન સરવે કરાયો. જેમાં જામનગર અને તેની આજુબાજુના સમુદ્રમાં 211 ડોલ્ફિન જોવા મળી. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરના રિપોર્ટ મુજબ ભારતમાં અંદાજિત 2 હજાર જેટલી ડોલ્ફિન છે, એટલે કે ભારતની 10 ટકા ડોલ્ફિન જામનગર અને તેની આસપાસના વિસ્તારોમાં છે. કચ્છના અખાતમાં અનેક દરિયાઈ પ્રજાતિ રહે છે, જેમ કે ડ્યુગોંગ્સ, ડોલ્ફિન, પોર્પોઇઝ વગેરે, પરંતુ માનવ પ્રવૃત્તિ અને આબોહવા પરિવર્તનથી દરિયાઈ પ્રાણીઓ માટે જોખમો ઉદ્ભવે છે.