વાલમ ગામની શ્વાસ થંભાવી દેતી બળદગાડાની રેસ

Wednesday 08th May 2024 07:01 EDT
 
 

મહેસાણાઃ વિસનગર તાલુકાના વાલમ ગામમાં ચૈત્ર માસમાં અનેરો ઉત્સાહ ગામની એકેએક વ્યક્તિમાં વ્યાપી જાય છે. દરવર્ષે ચૈત્ર વદ પાંચમથી દશમ સુધી વાલમ ખાતે ભરાતો શુકનના મેળાનો તેમજ હાથિયા ઠાઠુનો લોકોત્સવ જોવા માટે ગુજરાતના ખૂણેખૂણાથી તેમજ પરપ્રાંતથી લોકો ઊમટી પડ્યા હતા. આશરે 350 વર્ષથી વાલમ ગામે સુલેશ્વરી માતાનાં સાંનિધ્યમાં યોજાતો આ લોકોત્સવ પણ ભક્તિ, શક્તિ સાથે ગુરુવારે રાત્રે 4.25 વાગ્યે ઊજવાયો.
વાલમ ગામે વઢવાણા પાર્ટીથી હાથિયા ઠાઠું રથયાત્રા સ્વરૂપે ફરી ત્યારબાદ પેપરચોકમાં બળદની ફેરબદલી કરવામાં આવી હતી. જે ચાર બળદ હોય તે બદલાઈ જાય છે અને પેપરચોકથી તળાવ સુધી હાથિયા ઠાઠુની રેસ લગાવવામાં આવે છે, તેમાં નવીન ચાર બળદો જોડવામાં આવે છે. સુલેશ્વરી માતાના રથ સ્વરૂપે હાથિયા ઠાઠું મૂળ જગ્યાએ વઢવાણા પાર્ટીમાં પરત ફર્યા બાદ લોકમહોત્સવ પૂર્ણ થશે. જેમાં પ્રથમ દિવસ શાંતિપૂર્ણ હાથિયા ઠાઠુંનો પ્રસંગ ઊજવાયો હતો અને સવારે 6.00 વાગ્યે પૂર્ણ થયો હતો.


comments powered by Disqus