એસ. જયશંકર પાકિસ્તાનમાં એસસીઓ મીટિંગમાં હાજરી આપશે

Wednesday 09th October 2024 05:25 EDT
 
 

નવી દિલ્હીઃ 15 અને 16 ઓક્ટોબરે પાકિસ્તાનમાં એસસીઓ (શાંઘાઈ સહયોગ સંગઠન) મીટિંગ યોજાવા જઈ રહી છે, ત્યારે વિદેશમંત્રી એસ.જયશંકર એસસીઓ મીટિંગમાં ભાગ લેવા પાકિસ્તાન જશે. આ અંગે વિદેશ મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.
પાક. શાંઘાઈ સહયોગ સંગઠનના કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ અંતર્ગત 15-16 ઓક્ટોબરે એસસીઓનું આયોજન કરી રહ્યું છે.
ઇસ્લામાબાદમાં થનારી આ સમિટ પહેલાં મંત્રીસ્તરીય બેઠક અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકો યોજાશે. એસસીઓ સભ્ય દેશો વચ્ચે નાણાકીય, આર્થિક, સામાજિક-સાંસ્કૃતિક અને માનવીય સહયોગ પર બેઠકો થશે. એસસીઓમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાઝિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. આ મુલાકાતમાં આ તમામ દેશો વચ્ચે અનેક પ્રશ્નો અને તેના સમાધાન મુદ્દે ચર્ચા થશે.


comments powered by Disqus