અમદાવાદઃ નવરાત્રી નિમિત્તે મા અંબાના દરબારમાં ભક્તોની ભારે ભીડ જામે છે. એક અંદાજ પ્રમાણે પાંચમા નોરતા સુધીમાં અંદાજિત 2.50 લાખથી વધુ ભક્તો માનાં ચરણોમાં પોતાનું શિશ ઝુકાવી ચૂક્યા છે. પ્રથમ નોરતે ગુરુવારે સવારે અગિયાર વાગ્યે નિજમંદિરે ઘટ સ્થાપન અને જ્વારારોપણ કરાયાં હતાં, જેમાં અંદાજિત 1 લાખ લોકો હાજર રહ્યા હતા.
વિસનગરના ગુંજા ગામે ઉપવાસનું કરવઠું
ગુંજા ગામે નવરાત્રી દરમિયાન મા ભુવનેશ્વરીનાં સાંનિધ્યમાં પાંચ દિવસ માત્ર પાણી પર ઉપવાસ કરવાની પ્રથા નિભાવાય છે. આ વર્ષે ગુંજા ગામ તેમજ બહાર સ્થાયી થયેલા પરિવારો પણ ઉપવાસ કરી રહ્યા છે. સોલંકી શાસનકાળથી નવરાત્રી દરમિયાનમાં પરંપરા નિભાવાય છે, જે અંતર્ગત વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન એક વખત મા ભુવનેશ્વરીનાં સાંનિધ્યમાં ફરજિયાત પાંચ દિવસ માત્ર પાણીના આધારે ઉપવાસ કરવા પડે છે.