લાઠીઃ મા શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવની ઉજવણીનું અનેરું મહાત્મ્ય છે. લોકો આનંદમય જીવનની કામના અને પ્રાર્થના સાથે નવરાત્રી પર્વ પર શક્તિની ભક્તિ કરતા હોય છે. જો કે અબોલ જીવ એવા ભોળાં પંખીડાં માટે ચણ એકત્ર કરવા માટે લાઠીમાં પરંપરાગત નવરાત્રી ઉત્સવના ગરબાની સાથોસાથ આશરે દોઢ સૈકા કરતાં વધુ સમયથી મહાકાળી નવરાત્રી નાટક મંડળ દ્વારા 9 દિવસ ધાર્મિક, સામાજિક, પૌરાણિક, ઐતિહાસિક નાટકો ભજવવામાં આવી રહ્યાં છે.
રાજવી કવિ સ્વ. સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કવિ કલાપીના ધામ એવા લાઠી ગામમાં છેલ્લાં 157 વર્ષથી આ પરંપરા જળવાઈ રહી છે. 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન 10 નાટકોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહેનો માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે.