શક્તિ, ભક્તિ અને આરાધનાનો પર્વ એટલે નવરાત્રી, જેમાં ગુજરાતીઓ મન મૂકીને નવ દિવસ માતાજીની આરાધના કરી ગરબા ગાય છે. જેમાં પાલનપુર-આબુ હાઇવેસ્થિત આવેલી ન્યૂ પાલનપુર વિસ્તારની તિરુપતિ રાજનગરમાં નવરાત્રીના પ્રથમ દિવસે 51 દીકરીની પૂજા કરવામાં આવી હતી, જેમાં દીકરીના પરિવારજનોએ દીકરીની પૂજા કરી નવરાત્રી પર્વની શુભ શરૂઆત કરી હતી.