પટનાઃ ચૂંટણી રણનીતિકારથી નેતા બનેલા પ્રશાંત કિશોરે બુધવારે બિહારના પટનામાં એક કાર્યક્રમનું આયોજન કરી પોતાની પાર્ટી ‘જનસુરાજ’ને લોન્ચ કરી. પોતાની પાર્ટી દ્વારા પ્રશાંતને રાજનીતિ પરિદૃશ્યમાં તોફાન સર્જાવાની આશા છે. પ્રશાંત કિશોરે તેમની નવી પાર્ટીના અધ્યક્ષ મનોજ ભારતીને બનાવ્યા છે. પાર્ટીની શરૂઆત પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવેન્દ્રપ્રસાદ યાદવ, પવન વર્મા અને પૂર્વ સાંસદ મોનાઝિર હસનની હાજરીમાં કરાઈ.