પ્રખ્યાત યુનાઇટેડ-વેના ગરબામાં એકસાથે 35 હજારથી વધુ ખેલૈયા ગરબે ઘૂમ્યા હતા. વડોદરાના આ ગરબાનો સમાવેશ રાજ્યના સૌથી મોટા ગરબા આયોજનમાં થાય છે, જ્યાં પહેલા દિવસથી જ મોટી સંખ્યામાં મેદની ઊમટે છે. ગાયક અતુલ પુરોહિતના સ્વરમાં ભાતિગળ ગરબા અહીંની વિશેષતા છે. અહીંની ખાસિયત છે કે તમામ ખેલૈયા એકસરખા સ્ટેપ રમતાં ગ્રાઉન્ડમાં એક બાદ એક સર્કલ બનાવે છે.