ભાવનગરઃ અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે વિશ્વનું સૌથી મોટુ ફિશ ફેક્ટરી જહાજ ભંગાણઅર્થે આવી પહોંચ્યું છે. મોટર વેસલ દિવો નામનું શિપ અલંગના પ્લોટ નં.169-એમ દ્વારા ખરીદાયું છે.
દિવો સમગ્ર વિશ્વનું સૌથી મોટું ફિશ ફેક્ટરી શિપ છે, જે 1980માં બનાવાયું છે. તે 26136 મેટ્રિક ટન વજન ધરાવે છે અને 228 મીટર લાંબું અને 32.3 મીટર પહોળું શિપ છે. વ્લાડીવોસ્ટોક રશિયાથી આ શિપ અલંગની અંતિમ સફરે આવી પહોંચ્યું છે અને સંભવત: શુક્રવારે કસ્ટમ્સ ક્લીયરન્સ બાદમાં બીચિંગ કરાશે.
લાંબા સમયથી અલંગમાં સુસ્તતા વ્યાપેલી છે અને આંગળીના વેઢે ગણી શકાય તેટલાં જ જહાજ ભંગાણઅર્થે આવે છે. તેવા અરસામાં સૌથી મોટું ફિશ ફેક્ટરી શિપ અલંગ આવી પહોંચ્યું છે.