લખનઉ-આગ્રા એક્સપ્રેસ-વે પર રવિવારે ‘ગગન શક્તિ” અભિયાન અંતર્ગત એરફોર્સના વિમાનોએ ટચડાઉનની કવાયત કરી હતી.
• 15 રાજ્યમાં બાળકો વેચવાનું રેકેટઃ સીબીઆઇએ હરિયાણા, દિલ્હી, યુપી સહિતનાં રાજ્યોમાં બાળકો વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.
• પ. બંગાળમાં હવે એનઆઇએની ટીમ પર હુમલોઃ પ. બંગાળમાં બ્લાસ્ટ કેસના બે આરોપીની ધરપકડ સમયે એનઆઇએની ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો, જે અંગે સ્થાનિક પોલીસે NIA કર્મચારીઓને બોલાવ્યા છે.
• સીબીઆઇ દાણચોર શૌકતને ભારત લાવીઃ NIA ની ટીમે રિયાધના નેશનલ સેન્ટ્રલ બ્યુરો સાથે સંકલન સાધી શૌકત અલીને મુંબઈ લાવવામાં સફળતા મેળવી છે.
• મદરેસા કાયદાને રદ કરવાના હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટનો સ્ટેઃ ઉત્તરપ્રદેશના મદરેસા એજ્યુકેશન કાયદાને ગેરબંધારણીય ગણાવી હાઈકોર્ટે તેને રદ કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારાતાં તેને સ્ટે અપાયો છે.
• આતિશીને ભાજપ દ્વારા માનહાનિની નોટિસઃ આપ નેતા આતિશીએ ભાજપે મને સામેલ થવા અંગે સંપર્ક કર્યાનો આરોપ મૂકતાં ભાજપે તેને માનહાનિની નોટિસ પાઠવી છે.