સુરતઃ સુરતમાં ટેક્સટાઇલ્સ અને હીરાઉદ્યોગ સતત વધી રહ્યો છે, ત્યારે સુરતને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથે જોડવાની માગ ઉગ્ર બની રહી છે. આવા સમયે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ પણ માગણી કરતાં ઉમેર્યું કે, એરપોર્ટ મુદ્દે સતત 50 વર્ષથી સુરતને અન્યાય થઈ રહ્યો છે. હવે જ્યારે સુરત સિદ્ધિના શિખર સર કરી રહ્યું છે, ત્યારે સુરતમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં વધારો કરવો જરૂરી છે.
ગોવિંદભાઈ ધોળકિયાએ વધુમાં જણાવ્યું કે, સુરતની વસ્તી 40 લાખ થઈ છતાં એકપણ પ્લેન આવતું નહોતું. સુરતમાં હવે પ્લેન શરૂ થયાં છે, પરંતુ સુરતની વસ્તીની દૃષ્ટિએ ભારતમાં 9મા ક્રમ પર છે, જ્યારે એર પેસેન્જરની દૃષ્ટિએ 37મો ક્રમ છે. એટલે મારી સરકારને, એરપોર્ટ ઓથોરિટીને અને એરલાઈન્સ કંપનીઓને નમ્ર વિનંતી છે કે, સુરત તરફ નજર દોડાવો. જેટલા પણ લોકો સુરતમાં ધંધો કરવા માટે આવ્યા છે તે બધા જ ફાવી ગયા છે. સુરત બુર્સને ધમધમતું રાખવા મુંબઈ ફ્લાઇટ પણ જરૂરી છે