ન્યાય નહીં મળે તો મુસ્લિમ ધર્મ અંગિકાર કરીશુંઃ પીડિત

Wednesday 10th July 2024 05:17 EDT
 
 

જૂનાગઢઃ જૂનાગઢમાં યુવકને માર મારવાના કેસમાં પીડિત યુવકના પિતાએ ચીમકી ઉચ્ચારી છે કે, ‘જો ગણેશ જાડેજા કેસમાં ન્યાય નહીં મળે તો પરિવારના 150 લોકો મુસ્લિમ ધર્મ અંગિકાર કરશે.'
જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું 30 મેએ જૂનાગઢથી ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ અપહરણ કર્યું હતું. સામાન્ય બાબતે અપહરણ બાદ માર માર્યો હતો અને નગ્ન વીડિયો પણ બનાવ્યો હતો. આ મામલે કેસ થતાં પોલીસ દ્વારા ગણેશ સહિતના 11 શખ્સને જેલહવાલે કરેલા છે.
આ અંગે રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, મારા પુત્રના અપહરણ અને હત્યાના પ્રયાસમાં અમને હજુ ન્યાય મળ્યો નથી. આ કેસમાં 6 બંદૂકનો કબજો લેવાયો નથી અને વીડિયો ઉતારાયો તે મોબાઇલ કબજે કરાયા નથી. 8 જુલાઈએ મોણપરીમાં દલિત સમાજનું સંમેલન બોલાવાશે. તે સંમેલનમાં જાહેરાત કરાશે કે, 15 ઓગસ્ટે 5 લાખ દલિતોની ગાંધીનગરમાં રેલી કરશે. અમારી માગ છે કે, ગોંડલના ધારાસભ્ય ગીતાબા રાજીનામું આપે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની 120-બી મુજબ અટકાયત કરવામાં આવે.


comments powered by Disqus