બહુચર મા વિશે અભદ્ર ટિપ્પણી કરનારાની ધરપકડ

Wednesday 10th July 2024 05:16 EDT
 
 

કડીઃ થોડા સમયથી ધર્મ અને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડતા અનેક કિસ્સા બની રહ્યા છે, ત્યારે કડીમાંથી વધુ એક ધાર્મિક લાગણી દુભાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવકે ડાયરામાં બહુચર માતાજી અને તેમના વાહન કૂકડા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં યુવકે કડી પોલીસ મથકમાં મનસુખ રાઠોડ નામના શખ્સ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આરોપીને રાજકોટથી ઝડપી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


comments powered by Disqus