બોરસદઃ શહેરના ભોભાફળી શાકમાર્કેટના કચરાના ઢગમાંથી અમિયાદ ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં વપરાયેલાં 2 ઈવીએમ મશીન મળી આવતાં આણંદ જિલ્લા વહીવટી તંત્ર સહિત ચૂંટણી વિભાગ ચોંકી ઊઠ્યો છે. 2018નાં 2 ઇવીએમ અંગે જે-તે વખતે તપાસ ન થઈ અને અત્યાર સુધી ક્યાં પડી રહ્યાં હતાં અને કયા હેતુથી અહીં ફેંકી દેવાયા તેના જવાબ શોધવા તંત્ર દોડતું થઈ ગયું છે. બોરસદ પ્રાંત અધિકારીએ ઘટનાસ્થળે કરેલી તપાસમાં જોકે બે બેલેટ યુનિટ સિવાય કોઈ અન્ય ચૂંટણીલક્ષી સાહિત્ય મળી આવ્યું ન હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.