વલસાડ જિલ્લામાં મેઘરાજાના આગમનને પગલે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારના ધરમપુર અને કપરાડા તાલુકામાં કુદરતી સૌંદર્યનાં આહલાદક દૃશ્યો સર્જાયાં છે. બંને તાલુકામાં અલગ અલગ સ્થળોએ આવેલાં ઝરણાં અને ધોધ વહેતાં થતાં નજારો જોવાલાયક બન્યો છે. ખાસ કરીને ગિરા ધોધનું પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ રહે છે. હાલમાં ગિરા ધોધ વરસાદના પગલે જીવંત થઈ ઊઠતાં નયનરમ્ય દૃશ્ય સર્જાયું છે.