સુરતને મળશે પ્રથમ વંદે ભારત ટ્રેન

Wednesday 10th July 2024 05:17 EDT
 
 

સુરતઃ રાજ્યને વધુ એક વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં મળવાની છે. આ પાંચમી વંદે ભારત હશે જ્યારે સુરતથી દોડનારી આ પહેલી વંદે ભારત ટ્રેન હશે. આ ટ્રેન ઉધનાથી રાજકોટની વચ્ચે શરૂ થશે. તેને સપ્તાહમાં 6 દિવસ દોડાવવાનો પ્રસ્તાવ છે. જો કે રેલવે બોર્ડે પહેલાં સુરતથી રાજકોટની વચ્ચે દોડાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ એમએમટીએચને કારણે સુરત સ્ટેશનનું પ્લેટફોર્મ-4 અત્યારે 90 દિવસ માટે બંધ કરાયું છે. હવે બોર્ડે નિર્ણય બદલતાં તેને ઉધનાથી રાજકોટ વચ્ચે દોડાવવા તૈયારી કરી છે, જેના જરૂરી દિશાનિર્દેશ અપાયા છે. 


comments powered by Disqus