ISROનો ફરી આકાશમાં જય જયકાર! પ્રોબા-03 મિશન સફળતાપૂર્વક લોન્ચ

Wednesday 11th December 2024 05:10 EST
 
 

નવી દિલ્હીઃ ઇસરોએ 4 ડિસેમ્બરે PROBA-3 ના પ્રક્ષેપણને મુલતવી રાખ્યા પછી તેને 5 ડિસેમ્બરે સાંજે 4:04 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. શ્રીહરિકોટામાં સતિષ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ-1 પરથી PSLV-XL રોકેટ દ્વારા પ્રક્ષેપણ કરાયું હતું. માત્ર 26 મિનિટની ઉડાન બાદ ઇસરોના રોકેટ ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકાયા હતા.
પ્રોબા-3 દુનિયાનું પ્રથમ પ્રેસિશન ફોર્મેશન ફ્લાઇંગ સેટેલાઇટ છે. એટલે કે અહીં એક નહીં પણ બે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા, જેનું કુલ વજન 550 કિલોગ્રામ હતું. પ્રથમ છે કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ અને બીજું છે ઓક્લટર સ્પેસક્રાફ્ટ. કોરોનાગ્રાફ સૂરજના બહારના અને અંદરના કોરોના વચ્ચેના અંતરનો અભ્યાસ કરશે. જ્યારે ઓક્લટર સ્પેસક્રાફ્ટ કોરોનાગ્રાફની પાછળ રહી મળતા ડેટાનો અભ્યાસ કરશે.


comments powered by Disqus