ગાઇડેડ મિસાઇલ ફિગેટ આઇએનએસ તુશીલને સોમવારે રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં રશિયાના કેલિનિનગ્રાડ ખાતે ભારતીય નેવીમાં સામેલ કરાયું. આઇએનએસ તુશીલ રશિયન ઉત્પાદિત પ્રોજેક્ટ 1135.6ની શ્રેણીમાં સાતમું મલ્ટિરોલ સ્ટીલ્થ ફિગેટ છે. તે હવા, જમીન, પાણીની અંદર અને ઇલેક્ટ્રો મેગ્નેટિક પરિમાણોમાં નેવીના ઓપરેશન માટે રચાયેલું છે.