વલસાડઃ ડિસેમ્બર મહિનાના પ્રારંભ બાદ પણ ગુજરાતમાં માવઠું પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 5 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગમાં વરસાદ પડ્યો હતો. આ સાથે દક્ષિણ ગુજરાતના અન્ય કેટલાક સ્થળે પણ માવઠું પડ્યું હતું. વલસાડ જિલ્લા ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધા, રાજપુર સહિતના અંતરિયાળ વિસ્તારોમાં માવઠું પડતાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
શિયાળુ પાકને નુકસાનની ભીતિ
શિયાળાની સિઝનમાં વરસાદ પડતાં વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે માવઠાના લીધે શિયાળુ પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે.
ડાંગ જિલ્લાનાં અમુક ગામોમાં વરસાદ પડતાં લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. સાપુતારા, આહવા, વઘઈ અને સુબિર સહિતનાં પંથકોમાં ગુરુવારે વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા.