બનાસ બેન્કના બીજી ટર્મના ચેરમેનપદે ડાયાભાઈ પીલિયાતર અને વાઇસ ચેરમેનપદે કેશુભા પરમારની બિનહરીફ વરણી કરાઈ હતી.
• માંડવીમાં GHCL સામે વિરોધઃ કચ્છના માંડવી આસપાસ ગુજરાત હેવી કેમિકલ્સના સોડાએશ પ્લાન્ટના વિરોધમાં લોકોએ ખેતી, પક્ષી અને દરિયાઈ સૃષ્ટિને નુકસાન થવાની શક્યતા સેવી ઉગ્ર દેખાવ કર્યો હતો.
• ડિજિટલ એરેસ્ટ કાંડમાં 5 બેન્ક કર્મચારી ઝડપાયાઃ વૃદ્ધ દંપતીને 3 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 1.15 કરોડ પડાવવાના કૌભાંડમાં યસ બેન્કના ડેપ્યુટી મેનેજર, 3 પર્સનલ બેન્કર સહિત 5 શખ્સની ધરપકડ કરાઈ છે.
• પિતાની દીપડા સાથે બાથઃ તિલકવાડાના ખેતરમાં 5 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતાં પિતાએ પુત્રના બચાવમાં દીપડા સાથે બાથ ભીડી હતી. હુમલામાં પિતા-પુત્ર બંને ઘવાયા હતા.
• અકસ્માતમાં 7નાં મોત: જૂનાગઢથી કારમાં વિદ્યાર્થીઓ સહિત 5 વ્યક્તિ ગડુ તરફ જતા હતા. આ દરમિયાન ભંડુરી નજીક કાર ડિવાઇડર સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે.
• PMJAY યોજનામાં કૌભાંડના આક્ષેપઃ જૂનાગઢની 79 હોસ્પિટલ પૈકી 65માં PMJAY યોજના હેઠળ અત્યાર સુધી રૂ. 14 કરોડથી વધારે ચૂકવાયા છે. એક જાગૃત નાગરિકે હોસ્પિટલનું લિસ્ટ કાઢી મોટા કૌભાંડની શંકા સેવી છે.
• યુકેથી આવેલા યુવક પર છરીથી હુમલોઃ અમદાવાદના શાહપુરમાં યુકેથી આવેલા યુવક નિહાલ પર છરીથી હુમલો કરાયો. ગંભીરપણે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલે ખસેડાયો છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.