અમેરિકાની સેમિકંડક્ટર ક્ષેત્રે ભાગીદારીની જાહેરાત

Wednesday 11th September 2024 05:12 EDT
 
 

નવી દિલ્હીઃ અમેરિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણયમાં વૈશ્વિક સેમિકંડક્ટર ઇકોસિસ્ટમના ભૌગોલિક વૈવિધ્યીકરણ માટે ભારત સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. સોમવારે જાહેર કરાયેલા નિર્ણયમાં ઇન્ટરનેશનલ ટેક્નોલોજી સિક્યોરિટી એન્ડ ઇનોવેશન (આઇટીએસઆઇ) ફંડ હેઠળ બંને દેશ વચ્ચે વૈશ્વિક સેમિકંડક્ટર ચેઇનને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં પ્રયાસ કરાશે. ભાગીદારીના પ્રારંભિક તબક્કામાં ભારતની વર્તમાન ઇકોસિસ્ટમ અને નિયમનકારી માળખાનું મૂલ્યાંકન ઉપરાંત આ ક્ષેત્રે કામ કરતા લોકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચકાસણી થશે. અમેરિકન વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, બંને દેશ લાભાન્વિત થાય એ રીતે વિસ્તરણ પર ભાર મુકાશે.


comments powered by Disqus