અમદાવાદ: ગુજરાતમાં રાંધણગેસના વપરાશ પર વધુ ભાર મુકાઈ રહ્યો છે જેના પગલે કેરોસીનની ઉપયોગિતા સાવ ઘટી ગઈ છે. એટલું જ નહીં સબસિડાઇઝ્ડ કેરોસીનના ઉપયોગકર્તાને ગેસ કનેક્શન આપી દેવાયાં છે જેના પગલે કેન્દ્ર સરકારે ગુજરાતને કેરોસીનનો જથ્થો આપવાનું જ બંધ કરી દીધું છે. આમ ગુજરાતમાં હવે બધું રાંધણગેસ પર જ નિર્ભર છે. કેન્દ્ર સરકાર દ્વારા જનજનને ગેસજોડાણ અપાતાં સ્ટવ ભૂતકાળ બન્યા છે. ટૂંકમાં ગુજરાત કેરોસીનમુક્ત બન્યું છે.