તરણેતરના મેળામાં પ્રથમવાર સાંસ્કૃતિક સ્પર્ધાની જમાવટ

Wednesday 11th September 2024 03:44 EDT
 
 

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના થાનમાં આયોજિત તરણેતરના મેળામાં પ્રથમવાર સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરાયું. જેમાં બીજા દિવસે ભજન, દુહા-છંદ, લોકગીત, લોકવાર્તા, ભવાઈ, ભરત ગૂંથણની શ્રેણીમાં 55 જેટલા કલાકારોએ પોતાની કૃતિ રજૂ કરી હતી. તરણેતરના મેળામાં આ વર્ષે વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓને આસપાસના વિસ્તારમાંથી ઉમટેલા અનેક લોકોએ માણી હતી.


comments powered by Disqus