ગાંધીનગર: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં અપરાજિતા વિધેયકની ચર્ચામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુજરાતમાં બળાત્કારના કેસમાં પીડિતાને ન્યાય મળ્યો નથી તેવા આક્ષેપો કરતાં રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર વળતો જવાબ આપ્યો કે, “મમતા દીદી, અમે બળાત્કારીને 22 દિવસમાં જ ફાંસીની સજા અપાવી છે. તમે બોલીને નહીં, કામ કરીને બતાવો” મુખ્યમંત્રીએ ગુજરાત સરકારે પોસ્કો હેઠળના કેસની કાર્યવાહી અંગેની નોંધ સાથે મમતા બેનરજીને કામ કરવાનું કહેતા રાષ્ટ્રીય સ્તરે વિવાદ ગરમાયો છે.
કલકત્તાના આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાની ઘટનાથી મમતા બેનરજી સરકારની ખૂબ નાલેશી થતાં હોબાળો થયો છે.