મહેસાણા શહેરના ફુવારા સર્કલ નજીક આવેલા ગણપતિ મંદિર ખાતે શનિવારે ગણેશ મહોત્સવની શરૂઆત પૂર્વે શ્રીજીને વાજતેગાજતે મંદિરે લવાયા હતા. ત્યારબાદ મહિલા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આ પરંપરા વર્ષ 1921થી આજે 103 વર્ષે પણ અવિરત છે.