કલોલઃ ગુરુવારે કલોલ નગરપાલિકામાં મારામારીનાં દૃશ્યો સર્જાયાં. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રકાશ વર્ગડેએ આરોપ લગાવ્યો છે કે, ધારાસભ્ય ઓફિસમાં કામ કરનારાઓ દ્વારા જ હુમલો કરાયો, તેમને એકલા હાથે સત્તા કરવી છે. ઉશ્કેરાયેલા લોકોએ એકાએક કોર્પોરેટર ઉષાબહેન રાવળના પતિ દિનેશ રાવળ અને સ્ટેન્ડિંગ ચેરમેન પ્રકાશ વર્ગડેને માર માર્યો હતો.