વડોદરા ભ્રષ્ટાચારનો સૌથી મોટો અડ્ડોે: જૈન મુનિ સૂર્યસાગર મહારાજ

Wednesday 11th September 2024 03:45 EDT
 
 

વડોદરાઃ માત્ર 12 ઈંચ વરસાદમાં આવેલા પૂરને કારણે રાજકોટ શહેરની જે દશા થઈ છે તેને લઈને તમામ શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે આ માનવસર્જિત પૂરને લઈ જૈન મુનિ સૂર્યસાગર મહારાજે બળાપો ઠાલવ્યો છે. તેમણે ભાજપના રાજનેતાઓ અને બિલ્ડરોની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું કે, શહેર પ્રમુખ વિજય શાહ જેવા લોકો જ ભાજપનું પતન કરશે, વડોદરામાં આવેલાં 35 તળાવો કે, જેમાં વરસાદી પાણી વહી જતું હતું તે વડોદરાના રાજકારણીઓએ બિલ્ડરોને ખવડાવી દીધાં છે.
2029માં ભાજપ નહીં આવે
જૈન મુનિ સૂર્યસાગર મહારાજે જણાવ્યું કે, આજથી થોડાં વર્ષો પહેલાં વડોદરામાં 30થી 35 તળાવો હતાં. ચોમાસામાં વરસાદનું પાણી સીધું આ તળાવોમાં જતું રહેતું હતું, જેથી કોઈ પ્રકારની હાનિ થતી નહોતી. આ 35 તળાવો આ લોકો ખાઈ ગયા. વડોદરાના રાજકારણીઓએ બિલ્ડરોને આ તળાવો ખવડાવી દીધાં છે. વડોદરા ગુજરાતનો સૌથી મોટો ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે. 2029માં કેન્દ્રમાં ભાજપ ફરી શાસનમાં નહીં આવી શકશે.


comments powered by Disqus