નવી દિલ્હીઃ કોલકાતા આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ટ્રેઇની ડોક્ટરના રેપ-હત્યા કેસમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સ સુપ્રીમ કોર્ટના અલ્ટિમેટમ છતાં પરત ફર્યા નથી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 10 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધીમાં ડોક્ટર્સને ફરજ પર પરત ફરવા અલ્ટિમેટમ આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે વાતચીત કરવા માટે ટ્રેઇની ડોક્ટર્સનો સંપર્ક સાધ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા પાંચ માગ રખાઈ છે.