ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદપ્રમોદ અને ઉજાણી માટેના સ્થળ તરીકે ગેમિંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હવેથી ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી લેવી ફરજિયાત કરાઈ છે. મહત્ત્વનું છે કે, વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમજ કોમ્પ્લેક્સ જેવાં કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ આવા ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભે જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેરહિતને ધ્યાને લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્ત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાના જનહિતલક્ષી નિર્ણય કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CGDCRમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતી ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઈનો સમાવેશ થાય છે.