ગાંધીધામ: અંજારમાં મહાવીર ડેવલપર્સ પાસેથી રૂ. 40 લાખની લૂંટના પ્રકરણમાં પોલીસે છ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરને પકડી પાડ્યા બાદ અન્ય બે શખ્સની ધરપકડ કરતાં બંનેને બે દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા. અંજાર લૂંટ પ્રકરણનો ભેદ ઉકેલી લઈ પોલીસે ભૂપેન્દ્ર કેવર, આદિલ કોરેજા, મંજુ ઇમરાનખાન મલેક અને ઇકબાલ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી લૂંટના રૂ. 40 લાખ, 10 મોબાઇલ, બે બાઇક હસ્તગત કરાયાં હતાં.