ઇકબાલ મિરચી કેસમાં પ્રફુલ્લ પટેલના રૂ. 180 કરોડના 7 ફ્લેટ પર ટાંચ રદ

Wednesday 12th June 2024 08:54 EDT
 
 

મુંબઈઃ એનસીપીના અજિત જૂથના રાજ્યસભા સાંસદ અને માજી કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલને એક મોટી રાહતરૂપે ટ્રિબ્યુનલ દ્વારા તેમના વરલી સી.જે. હાઉસસ્થિત 7 ફલેટ પરની ટાંચ ઉઠાવી લેવાનો આદેશ અપાયો છે. રૂ. 180 કરોડની કિંમતના આ ફલેટ ગેંગસ્ટર ઇકબાલ મિરચી સાથેના સોદાના ભાગરૂપ હોવાનો આરોપ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા લગાવાયો હતો.
સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા આ આદેશ અપાયો છે. ઈડીએ ગત ડિસેમ્બર 2022માં પ્રફુલ્લ પટેલ, તેમનાં પત્ની તથા તેમની કંપની મિલેનિયમ ડેવલપર્સ દ્વારા વરલીના સી.જે. હાઉસ ખાતે આવેલા આ ફલેટ ટાંચમાં લીધા હતા. ઈડીનો આરોપ હતો કે, આ પ્રોપર્ટી મૃત્યુ પામી ચૂકેલા ડ્રગ ડીલર ઇકબાલ મિરચીની વિધવા હાઝરા મેમણ પાસેથી મેળવાઈ હતી.


comments powered by Disqus