વલસાડઃ વલસાડની સેગવી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિરલ પટેલ છેલ્લાં 4 વર્ષથી પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરી કરી રહ્યા છે, જે અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ માટે 4 વર્ષ પહેલાં બીજ બેન્કની રચના કરી હતી અને તેમાં 300થી 400 પ્રકારના અલગ-અલગ દુલર્ભ પ્રજાતિનાં વૃક્ષોનાં બીજ એકત્રિત કરી પ્રકૃતિપ્રેમી લોકોમાં વિનામૂલ્યે વિતરણનું અભિયાન ચાલુ કર્યું હતું.
છેલ્લાં 4 વર્ષથી બીજ બેન્કનું કાર્ય, બીજનો સંગ્રહ કરવો અને લોકોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યા છે. જેમાં અમે પીળો કેસૂડો, ભીલામો, કુમકુમ, પાટલા, ગરુડ ફળી, ધવલો, ટેટૂ, પીળો શીમળો, સફેદ ખાખરો, ખીજડો, રગત રોહિદો, કુંભિ, રુખડો જેવાં વૃક્ષોનાં બીજનો સમાવેશ થાય છે. ભારતમાં વિનામૂલ્યે બીજ વિતરણ અભિયાન હેઠળ એક કરોડ કરતાં પણ વધારે બીજનું વિનામૂલ્યે વિતરણ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.