ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી પરિણામ આવી જતાં કોંગ્રેસના નેતાઓ દિલ્હી દરબારમાં પહોંચી ગયા હતા. કોંગ્રેસના કેટલાક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે. આવા સંજોગોમાં પ્રદેશ સંગઠન અને જિલ્લા સ્તરે સંગઠનમાં ખાલી જગ્યાઓ પણ પડી છે.
આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં જેમણે સારી કામગીરી કરી છે તેમને શિરપાવ માટે પણ સંગઠનમાં ફેરફાર આવશ્યક છે. આથી આગામી દિવસોમાં કોંગ્રેસના પ્રદેશ અને જિલ્લા સ્તરના સંગઠનમાં ફેરફાર આવશે, જે અંતર્ગત શક્તિસિંહ ગોહિલ આગામી દિવસોમાં આ મુદ્દે નિર્ણય કરે તેવું સૂત્રોનું કહેવું છે.
સૌપ્રથમ પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે, આ પછી જિલ્લા સ્તરના સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે. શક્તિસિંહે લોકસભાની ચૂંટણી પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા જાહેર કરાયેલી ટીમ દ્વારા લડી હતી.