અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ લોકસભા ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપનું ગુજરાતમાં મેચ ફિક્સિંગ છે. કોંગ્રેસ ગુજરાતમાં હોમવર્ક કરતી નથી. કોંગ્રેસ પાસે કોઈ ન હોય એમ 2 બેઠક આપી દીધી. કોંગ્રેસને તૈયાર ખાવાની ટેવ પડી ગઈ છે, તેમજ ભાજપે કોંગ્રેસને ટેકન ફોર ગ્રાન્ટેડ માની લીધી છે. ક્ષત્રિય આંદોલનના કારણે ચૂંટણી જેવું લાગ્યું હતું. ક્યારેય ગુજરાતમાં ચૂંટણી જેવું લાગતું નથી. ગઈકાલ સુધી કોંગ્રેસના નેતાઓ ભાજપના ખિસ્સામાં હતા. બનાસકાંઠામાં 2 સમાજ સામે આવતાં
કોંગ્રેસે વિજય મેળવ્યો. લોકસભાની ચૂંટણી હોવા છતાં કોંગ્રેસ દ્વારા કોઈ હોમવર્ક કરવામાં આવ્યું જ નહીં.