ચાણસ્માના વસઇ ગામમાં ખોદકામમાં પ્રાચીન મૂર્તિ મળી

Wednesday 12th June 2024 06:04 EDT
 
 

વસઈઃ ચાણસ્મા તાલુકાના વસઇ ગામે દરબાર સમાજના એક પરિવાર દ્વારા નવીન મકાનનું કામકાજ ચાલું કર્યું હતું, ત્યારે પાંચેક ફૂટ પાયો ખોદવાનું કામ ચાલુ હતું તે દરમિયાન વર્ષો જૂની મૂર્તિ મળી આવી હતી.
વાઘેલા ખુમાણસિંહ દ્વારા નવીન મકાન બનાવવાના કામ દરમિયાન પાયો ખોદાઈ રહ્યો હતો ત્યારે 5 ફૂટ જેટલો ખાડો ખોદતાં વર્ષો પુરાણી મૂર્તિ મળી આવી હતી. આ સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતાં ગામલોકો પૌરાણિક મૂર્તિને જોવા માટે ઊમટી પડ્યા હતા. મૂર્તિને જોતાં કોઈ બૌદ્ધ ભગવાનની તો કોઈ જૈન સંપ્રદાયના કોઈ દેવની હોવાનું અનુમાન લગાવી રહ્યા હતા.


comments powered by Disqus