અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં પાંચ ઉમેદવારોએ સૌથી વધુ સરસાઈ મેળવી જીત હાંસલ કરી છે અને અગાઉના રેકોર્ડ તોડ્યા છે, જેમાં ટોપ પર ઇન્દોરના ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી 11.72 લાખ મતના માર્જિનથી જીતી રેકોર્ડ બનાવ્યો છે. બીજા નંબરે આસામથી કોંગ્રેસના રકીબુલ હુસૈને 10.12 લાખ, મધ્યપ્રદેશથી શિવરાજસિંહ ચૌહાણ 8.21 લાખ અને ચોથા ક્રમે સી.આર. પાટીલે નવસારીથી 7.73 લાખની લીડ મેળવી છે. આ ઉપરાંત ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 7.44 લાખ, હેમાંગ જોશી 5.82 લાખ, રાજપાલસિંહ જાદવ 5.09 લાખ મતની સરસાઈથી ચૂંટણી જીત્યા છે.