અમદાવાદઃ સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી માલિકીની અંદાજે રૂ. 2000 કરોડના મૂલ્યની સરવે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચડાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ આચરવાના કૌભાડમાં બેદરકારી દાખવનારા સુરતના તે વખતના કલેક્ટર આયુષ સંજીવ ઓકને સસ્પેન્ડ કરી દેવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. હાલ વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓકે 23 જૂન 2021થી 1 ફેબ્રુઆરી 2024 દરમિયાનના સેવાકાળમાં સરકારી જમીનમાં ગોટાળા કરીને સરકારને મોટું નુકસાન પહોંચાડ્યું છે.