સુરતઃ મોટા વરાછા આઉટર ખાતે સર્જાયેલા અકસ્માતમાં રોડની સાઇડ પર આનંદની પળો માણી રહેલા પરિવારનો માળો વિખેરાયો હતો. વાઘાણી પરિવારના પિતા-પુત્રને અકાળે કાળ ભરખી જતાં શોકમગ્ન માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાને પગલે ત્રણનાં મોત અને 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં 8 વર્ષના વિયાન, તેના પિતા સંકેત અને દેવેશનું મોત થયું હતું.