નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રીપદના શપથ લીધા તે પહેલાં ઓડિશામાં મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો. નવીન પટનાયકના સહયોગી વી.કે. પાંડિયને રવિવારે રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો. નવીન પટનાયકના બીજેડીને ઓડિશામાં વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાંડિયને આ અંગે કહ્યું કે, હું જાણીજોઈને પોતાને રાજનીતિથી દૂર કરવાનો નિર્ણય લઉં છું. આ સફરમાં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો મને માફ કરજો.