પાલનપુરઃ પાલનપુરના કોટ વિસ્તારની અંદર ઝાડા-ઊલટીનો રોગચાળો પ્રસર્યો છે, જેમાં બેનાં મોત બાદ આરોગ્ય વિભાગ જાગ્યું છે. તેવામાં વોર્ડ નં.5માં એક દર્દીનો રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવાયો છે. આ સમગ્ર વિસ્તાર આગામી એક માસ સુધી કોલેરાગ્રસ્ત રહેશે. કોટ વિસ્તારમાં બે દર્દીઓનાં મોતના અહેવાલ પ્રસિદ્ધ કરાયા પછી આરોગ્ય વિભાગ જાગ્યો છે.