બેઇજિંગઃ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને લઈને ફરી સહમતી બની હતી. આ પ્રોજેક્ટ પીઓકેમાં તૈયાર થઈ રહ્યો છે, જેનો ભારત દ્વારા અનેક વખત વિરોધ થઈ ચૂક્યો છે. એવામાં હવે ચીને કહ્યું છે કે, તે પાકિસ્તાન સાથે મળીને આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે તૈયાર છે.