ભુજઃ જ્ઞાતિ તેમજ સાર્વજનિક સેવામાં અગ્રિમ કચ્છી લેઉવા પટેલ સમાજની વાર્ષિક સાધારણ સભામાં સમાજ અને યુવકસંઘમાં 12 નવા સભ્ય વરાયા હતા.
કોર કમિટીની બંધારણ પ્રણાલી મુજબ ખાલી જગ્યાઓ માટે ટ્રસ્ટી રવજીભાઈ ખેતાણીએ કોર કમિટીએ સૂચવેલાં નામો બહાલી અર્થે સાધારણ સભા સમક્ષ વાંચ્યાં હતાં, જેમાં કચ્છી લેઉવા પટેલ સમાજ-ભુજમાં કરસનભાઈ રૂડા મેપાણી- સૂરજપર, ગોપાલભાઈ ભીમજી પટેલ-માંડવી, ગાવિંદભાઈ લખમણ હાલાઇ, મનીષાબેન ગાવિંદ પટેલ-ભુજ, લક્ષ્મણ વિશ્રામ રાઘવાણી - બળદિયા, નાનજીભાઈ કાનજી પિંડોરિયા, પ્રેમજીભાઈ રવજીભાઈ હાલાઇ - સૂરજપર, કચ્છી લેઉવા પટેલ યુવકસંઘ - ભુજમાં રસિકભાઈ રામજી વેલાણી, જયંતીભાઈ રવજી વેકરિયા - રામપર, કિશોરભાઈ રામજીભાઈ ગામી- કેરા, હર્ષિલભાઈ શિવજી હીરાણી - મેઘપર હાલે ભુજ, કુમારી અર્પિતાબહેન મૂળજીભાઈ વેકરિયા - વાડાસર સભ્યોનો સમાવેશ થયો હતો.