ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન દ્વારા આયોજિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024ના ખેલાડીઓએ કેવડિયાસ્થિત વિશ્વ પ્રખ્યાત સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને ગાંધીનગરના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ભારતના સૌથી આદરણીય સીમાચિન્હ પૈકી એકના સાર અને સ્થાપત્યની ભવ્યતાને અનુભવવાની તક આપવા માટે આયોજિત કરાઈ હતી. ખેલાડીઓએ ટૂર્નામેન્ટના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે શાંતિની ક્ષણનો અનુભવ કર્યો.