મેઘરજઃ ગ્લોબલ વોર્મિંગની અસરને ધ્યાનમાં રાખી મેઘરજ તાલુકા મિશન મંગલ શાખા દ્વારા મંડળને વાત કરતાં પર્યાવરણને બચાવવા માટે સખી મંડળની મહિલાઓ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. ગ્લોબલ વોર્મિંગની અસર નાબૂદ કરવા મેઘરજના શિવરાજપુર કંપાની સખીમંડળની બહેનોએ વિવિધ વૃક્ષોના બીજથી સીડબોલ બનાવ્યા છે.
સખીમંડળની બહેનોએ જણાવ્યું કે, ચોમાસામાં જે જગ્યાએ વરસાદ થશે ત્યાં આ સીડબોલ નાખીશું, જેથી ફરીથી વૃક્ષો ઉગશે અને હરિયાળું વાતાવરણ બનશે. તે હેતુથી વાણિયાવાડા શિવશક્તિ સખીમંડળ દ્વારા શિવરાજપુર કંપા ખાતે અભિયાન હાથ ધર્યું હતું.
સખીમંડળની બહેનોએ બનાવેલા સીડબોલમાં કરંજ, ગરમારો, ખાટી આંબલી, ગોરસ આમલી, દેશી બાવળ, બોરસલી, ગુલમહોરનાં મૂકવામાં આવ્યાં છે. આ સીડ ઉપર માટી તેમજ છાણ ભેળવી પાણીથી સીડબોલ બનાવવામાં આવ્યા છે.
સખીમંડળના જણાવ્યા પ્રમાણે જે સીડબોલ બની ગયા છે તેને હવે ચોમાસાનો સમય નજીક છે ત્યારે જે વિસ્તારમાં વૃક્ષોનું પ્રમાણ નથી ત્યાં નાખવામાં આવશે. આમ ફરીથી તે જગ્યાએ વૃક્ષો ઉગાડી એક નવીન હરિયાળી ઊભી કરવાાનો પ્રયાસ કરવામાં આવશે. પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે અને પર્યાવરણ શુદ્ધ બને તે હેતુથી સખીમંડળ દ્વારા આ અભિયાન હાથ ધરાયું છે. જેમાં સખી મંડળની મહિલાઓ તેમજ તાલુકા કક્ષાથી મિશન મંગલમ દ્વારા સફળ બનાવવા નેમ વ્યક્ત કરાઈ છે.