વડોદરાઃ ચૂંટણીમાં વડોદરા લોકસભા બેઠક પર 5.82 લાખની જંગી લીડ મેળવી વિજયી બનેલા ભાજપ ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ જીત બાદ બે સંકલ્પ લીધા છે. જે પૈકી એક સંકલ્પરૂપે તેમના દ્વારા રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના પરિવારજનોને સહાય માટે લીડ જેટલી રાશિ રૂ. 5.82 લાખ મુખ્યમંત્રી રિલીફ ફંડમાં આપવામાં આવી છે.
પર્યાવરણ દિવસ અંગે તેમણે એક અન્ય સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આગામી અઢીથી ત્રણ વર્ષના સમયગાળામાં તેઓ અલગ અલગ સંસ્થાઓ સાથે મળી શહેરમાં તેમની લીડ જેટલાં 5.82 લાખ છોડ વાવી તેનો ઉછેર કરશે.