સુરતમાં ફાયરસેફ્ટી મુદ્દે તાળાબંધીઃ વેપારીઓ રોડ પર આવી ગયા

Wednesday 12th June 2024 06:04 EDT
 
 

સુરતઃ રિંગરોડ પર આવેલી 17 જેટલી ટેક્સટાઇલ માર્કેટની 4 હજાર દુકાનોમાં ફાયર એનઓસી અને બીયુસી ન હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું. તહેવારોની સિઝનના ઓર્ડર વેપારીઓને આવવાની શરૂઆત થઈ છે અને વેપાર કરવાના સમયે જ પાલિકા દ્વારા દુકાનો સીલ કરવામાં આવતાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ અકળાઈ ઊઠ્યા હતા. 4 હજાર જેટલી દુકાનો સીલ હોવાથી અંદાજિત રોજના રૂ. 10 કરોડના વેપારને અસર થઈ રહી છે અને દુકાનોમાં રૂ. 1500 કરોડનો માલ ઠપ્પ થયો છે.
અનેક રજૂઆતો બાદ વેપારીઓની સમસ્યાનું સમાધાન ન થતાં વેપારીઓની ધીરજ ખૂટી હતી અને રિંગરોડ પર મિલેનિમય માર્કેટની સામે જ હોબાળો મચાવી ચક્કાજામ કર્યો હતો.


comments powered by Disqus