ન્યૂયોર્કઃ બોઇંગ અવકાશયાનમાં ત્રીજી વખત અવકાશયાત્રા પર ગયેલી ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચતાં જ ડાન્સ કરતી જોવા મળી હતી. અહીં તે ખુશીમાં અન્ય અવકાશયાત્રીઓને ભેટી પડી હતી.
સુનિતા વિલિયમ્સે ભાવુક થઈને ISSના સભ્યોને પોતાનો બીજો પરિવાર ગણાવ્યો હતો. ‘ISS મારા માટે બીજા ઘર જેવું છે,’ સાથે જ તેમણે શાનદાર સ્વાગત માટે બધા જ એસ્ટ્રોનોટ્સને ધન્યવાદ પણ પાઠવ્યા હતા અને હાજર એસ્ટ્રોનોટ્સને ભેટી પડી હતી.
નાની હિલિયમ લીક જેવી ટેકનિકલ ખામીઓના કારણે ડોકિંગમાં લગભગ એક કલાકનો વિલંબ થયો હતો. ISS તરફ જતાં ક્રૂએ શ્રેણીબદ્ધ પરીક્ષણો પૂર્ણ કર્યાં, જેમાં અવકાશમાં પ્રથમ વખત સ્ટારલાઇનરને મેન્યુઅલી ઉડાવવાનો સમાવેશ થાય છે. તેઓ લગભગ એક સપ્તાહ અવકાશમાં વિતાવશે.