અમદાવાદઃ દિવાળી પહેલાં ઇન્કમટેક્સ વિભાગે વડોદરાના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ન્યાલકરન અને રત્નમ ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગ્રૂપનાં 30 જેટલાં સ્થળે દરોડા દરમિયાન રૂ. 150 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા છે. જેમાં સંચાલકો પાસેથી રોકડ વ્યવહારોના ચોપડા, બોગસ ખર્ચાઓના વ્યવહારો તેમજ શેર પ્રીમિયમ કંપનીઓમાં બોગસ રોકાણના દસ્તાવેજો અધિકારીઓના હાથે લાગ્યા છે.